તારીખ 08-02-2024 ના સુ વિચાર : જુઓ અહીંયા

શું તમે દરરોજ સવારે નવા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરવા માંગો છો? શું તમે જીવનમાં સફળતા, સુખ અને શાંતિ શોધી રહ્યાં છો?

જો હા, તો “આજના સુવિચાર ગુજરાતી” તમારા માટે યોગ્ય સ્થળ છે! અહીં, તમને દરરોજ પ્રેરણાદાયક અને અર્થપૂર્ણ સુવિચારો મળશે જે તમને તમારા જીવનને સુધારવા અને તમારા લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરશે.

suvichar gujarati

તારીખ 08-02-2024 ના સુ વિચાર

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, 
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી......//
જિંદગી માણસ ને ચાન્સ આપે છે,

માણસ ને ચોઈસ નથી આપતી.....//
જીવન ડોકટરની ગોળી સાથે નહીં,

પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે.....//
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ

એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.....//
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે,

"જ્યાં સુધી તમે" 'સફળ' નહીં બનો.....//
છેતરાયેલ અને ઘડાયેલ

ક્યારેય પાછા પડતાં નથી.....//
કિસ્મતમાં લખેલું તો.

એક દિવસ મળી જ જશે.

હે ઈશ્વર આપવું હોય તો એ આપ,

જે નસીબમાં જ નથી.....//
તૂટતા સંબધ ની

દોરી દેખાય તો જરાક તપાસી લેજો

કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને

ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ

સામે વાળા નો જ નથી હોતો.....//
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને

ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.....//
મૂળ વગરના વૃક્ષ,

ને વિશ્વાસ વગર ના સબંધ,

વધુ સમય ટકતા નથી....//
કાં તો સાવ ઓગળી જવું,

કાં તો સાવ ઠરી જવું,

પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા.....//
દુનિયા શુ કહે,

એનો વિચાર ના કરતા,

તમારુ દિલ કહે એ કરજો,

કરણ કે દુનિયા પારકી છે,

અને દિલ પોતાનુ.....//     
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો...../
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,

લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે.....//
ભુલી જવુ અને ભુલાવી દેવુ,

આ બધુ તો મગજ નું કામ છે.

તમે તો દિલમાં રહો છો,

ચિંતા ના કરતા.....//
સંબધ એ નથી

કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો,

સંબધ તો એ છે કે તમે કોના વગર

કેટલી એકલતા અનુભવો છો.....//
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે.....//
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી,

એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે.....//
કદર હોય કે કિંમત

બહાર ના જ કરે,

ઘર ના તો ખાલી સંભળાવે.....// 
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય,

પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે.....//
અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,

મનથી જો મહેમાન થવાય ને,

તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.....//

દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે,

એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે.....//
જો પડછાયો કદ કરતાં અને..

વાતો હેસીયત કરતા..

મોટી થવા લાગે ત્યારે સમજવું કે..

સુરજ આથમવાનો સમય થયો છે.....//
કોઈની ભૂલ હોય તો

શુભચિંતક બની કાનમાં કહેજો,

ગામમાં નહીં…..//
કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના મા‍‍,

આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો 

લોકો ને શક થવા લાગે છે.....//

Leave a Comment