ગોંડલ નજીક એક્સીડંટ ના કારણે દૂધની નદીઓ વહી, લોકો વાસણો લઇ દૂધ ભરવા માટે દોડ્યા

નમસ્કાર મિત્રો તમારા બધા નું સ્વાગત છે આ લેખ માં મિત્રો આ લેખ માં અમે એક નવી ઘટના સાથે આજ ફરી આ લેખ માં આવ્યા છીએ મિત્રો રાજકોટના ગોંડલ નજીક દૂધની નદીઓ વહી રહી છે. જેમાં દૂધ ભરેલુ ટેન્કર પલટી જતા દૂધની નદીઓ વહી છે. તેથી લોકો વાસણો લઇ દૂધ ભરવા માટે ઉમટ્યા છે. નેશનલ હાઇવે પર ચોરડી નજીક દૂધનું ટેન્કર પલટ્યું ગયુ હતુ.

truk eksidunt

રોડ પરથી રોડની સાઈડમાં ટેન્કર ખાબકતા ઢોળાઈ જતા દૂધની નદી વહી

અગાઉ ભાભર-નેસડા નજીક એક દૂધ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ટેન્કરમાં રહેલું દૂધ રોડની સાઈડમાં ટેન્કર ખાબકતા ઢોળાઈ જતા દૂધની નદી જોવા મળી હતી. જોકે બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવી ડ્રાઇવરને ટેન્કરમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.

ટેન્કર ચાલકને કેટલી ઇજા થઇ હતી?

મિત્રો ભાભરના અબાસણા ડેરીથી દૂધ ભરીને એક ટેન્કર ચાલક જઈ રહ્યો હતો. આ દરમિયાન નેસડા નજીક અચાનક રોડ વચ્ચે ગાય આવી ગઈ હતી, જેથી ટેન્કર ચાલકે ગાયને બચાવવા જતા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

અને ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ ટેન્કરમાં રહેલું દૂધ વહી જતા દૂધની નદી જોવા મળી હતી. જોકે બનાવના પગલે સ્થાનિક લોકો તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ટેન્કર માંથી ચાલકને બહાર નીકળવામાં આવ્યો હતો. જોકે, ટેન્કર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Leave a Comment